Aaj Nu Rashifal, October 15 , 2024:
આજે ગુજરાતી પંચાંગ મુજબ, 15 ઓક્ટોબર મંગળવારે વિક્રમ સંવત 2080ના આસો સુદ પક્ષની તેરસ તિથિ છે. તો ચંદ્રરાશિ કુંભ અને રાહુ કાળ બપોરે 02:58થી 03:24 સુધી રહેશે. ત્યારે શાસ્ત્રી ડૉક્ટર ધાર્મિક જનાર્દન પુરોહિત પાસેથી જાણીએ કે, આજે તમામ રાશિના જાતકો માટે દિવસ કેવો રહેશે.
સમાચારથી અપડેટ રહેવા ગુજરાત 24ના વોટ્સએપ ગ્રુપમાં જોડાવા માટે અહીં ક્લિક કરો.
મેષ (Aries)
આજે નાણાકીય પરેશાની દૂર થાય, વ્યક્તિગત સંબંધો મધુર ફળ આપશે અને દિવસ ધીરજતાથી પસાર કરવો.
વૃષભ (Taurus)
પારિવારિક શાંતિ જળવાઈ રહેશે, શુભ પ્રસંગ આવવાની શક્યતા તથા નાણાં વ્યવહારમાં ધ્યાન રાખવું.
મિથુન (Gemini)
સામાજિકક્ષેત્રે યશ માનમાં વૃદ્ધિ જણાય, કાર્યક્ષેત્રમાં ઉતાર ચઢાવ સંભવ પરંતુ દિવસ પૂર્ણ થતા કોઈ સારા સમાચારની પ્રાપ્તિ સંભવ.
કર્ક (Cancer)
સામાજિક જવાબદારીમાં વધારો જણાય, નવી તકનું નિર્માણ સંભવ અને આરોગ્યની ચિંતા દૂર થતી જણાય.
સિંહ (Leo)
કાર્યને પૂરું કરવામાં ધૈર્ય જાળવવું, પર્યટનનું આયોજન સંભવ સાથે જ એકંદરે આરોગ્ય સારું જણાય.
કન્યા (Virgo)
આર્થિક પ્રશ્નોનું સકારાત્મક પરિણામ જોવા મળે, લાંબો પ્રવાસ ટાળવો હિતાવહ અને દિવસ ધીરજતાથી પસાર કરવો.
તુલા (Libra)
અંગત સંબંધોમાં નવો વળાંક આવી શકે, આર્થિક રીતે ઉતાર ચઢાવ સંભવ તથા આવકની ચિંતા અનુભવાય.
વૃશ્રિક (Scorpio)
પરિશ્રમનો સ્વાદ ચાખવા મળે, જૂના રોકાણથી લાભ થતો જણાય અને પ્રવાસમાં સાનુકૂળતા જળવાઈ રહે.
ધન (Sagittarius)
ટૂંકો પરંતુ મહત્વનો પ્રવાસ સંભવ, પરિવાર તરફથી કાર્યોમાં સાનુકૂળતા જણાય તથા આરોગ્યમાં સામાન્ય ફેરફાર સંભવ.
મકર (Capricorn)
આપના વ્યવહારથી બીજા નિરાશ ના થાય તેનું ખાસ ધ્યાન રાખવું, આર્થિક પ્રગતિ જણાય, સત્કાર્યમાં દિવસ પસાર થાય.
કુંભ (Aquarius)
વાણી સાચવીને વાપરવી હિતાવહ, કાર્યક્ષેત્રમાં આપની જવાબદારીમાં વધારો થઈ શકે અને જાવકનું પ્રમાણ વધુ જણાય.
મીન (Pisces)
ચિંતાનું આવરણ દૂર થતું જણાય, નાણાકીય જવાબદારીઓ વધતી જણાય અને પારિવારિક મનભેદ ટાળવા.