Aaj Nu Rashifal, October 14 , 2024:
આજે ગુજરાતી પંચાંગ મુજબ, 14 ઓક્ટોબર સોમવારે વિક્રમ સંવત 2080ના આસો સુદ પક્ષની બારસ તિથિ છે. તો ચંદ્રરાશિ કુંભ અને રાહુ કાળ બપોરે 07:47થી 09:14 સુધી રહેશે. ત્યારે શાસ્ત્રી ડૉક્ટર ધાર્મિક જનાર્દન પુરોહિત પાસેથી જાણીએ કે, આજે તમામ રાશિના જાતકો માટે દિવસ કેવો રહેશે.
સમાચારથી અપડેટ રહેવા ગુજરાત 24ના વોટ્સએપ ગ્રુપમાં જોડાવા માટે અહીં ક્લિક કરો.
મેષ (Aries)
આજે ભાગ્યનો સાથ મળતો જણાય, જૂના સંબંધ ફરીથી તાજા થતા જણાય તેમજ ઋતુ ગત બીમારીથી સાચવવું.
વૃષભ (Taurus)
ચિંતા ઉચાટ જણાય, નાણાકીય સમસ્યાનું નિરાકરણ જણાય અને કાર્યને પૂરું પાડવામાં ધૈર્ય જાળવવું.
મિથુન (Gemini)
નાણાકીય વ્યવહાર સાચવીને કરવો, કાર્યક્ષેત્રમાં પરિવર્તન સંભવ તેમજ દિવસ ધીરજતાથી પસાર કરવો હિતાવહ.
કર્ક (Cancer)
મનની બેચેની દૂર થતી જણાય, પ્રતિસ્પર્ધીઓ ઉપર વિજય મળતો જણાય અને આર્થિક ગુંચવણનું નિરાકરણ જણાય.
સિંહ (Leo)
નાણાં વ્યવહારમાં ધ્યાન રાખવું, સામાજિક પ્રશ્નો ગૂંચવાતા જણાય અને સમય મેડિટેશનમાં પસાર કરવો જરૂરી.
કન્યા (Virgo)
આર્થિક રોકાણમાં વિચારીને પગલું ભરવું, સામાજિક સમસ્યા દૂર થતી જણાય અને નવા કાર્યનો શુભારંભ સંભવ.
તુલા (Libra)
ધાર્યા પ્રમાણે ફળ ન મળે તો નિરાસના થવું, આવશ્યક ના હોય ત્યાં હસ્તક્ષેપ ટાળવો તથા અણધાર્યો ખર્ચ થવાની સંભાવના.
વૃશ્રિક (Scorpio)
આર્થિક સમસ્યાનો હલ જોવા મળે, બિનજરૂરી વિવાદોથી દૂર રહેવું હિતાવહ અને અગત્યની બાબતમાં ઉતાવળિયું પગલું ભરવું નહીં.
ધન (Sagittarius)
નિર્ણયમાં સાવચેતી રાખવી, આર્થિક પલ્લુ સંતુલનમાં જણાય તથા તબિયતની વિશેષ તકેદારી રાખવી જરૂરી.
મકર (Capricorn)
આપની વફાદારીનું ઉત્તમ ફળ ચાખવા મળે, જમીનમાં રોકાણમાં લાભદાયી જણાય અને દિનચર્યામાં સામાન્ય બદલાવ જરૂરી.
કુંભ (Aquarius)
કૌટુંબિક સહકાર સારો મળી રહે, મનમાં ઘડેલી યોજના પર આગળ કાર્ય વધે સાથે જ વિધાર્થીવર્ગ ને સફળતા જણાય.
મીન (Pisces)
આવકમાં વધારો જણાય, કાર્યક્ષેત્રમાં બદલાવ કરવાનું મન થાય અને અગત્યની બાબતમાં ઉતાવળિયું પગલું ભરવું નહીં.