મિસ ગ્રાન્ડ ઇન્ટરનેશનલ 2024 જીતીને ઇતિહાસ રચનાર જલંધરની રચેલ ગુપ્તાએ એક પ્રેસ કોન્ફરન્સમાં પોતાની આપવિતી વર્ણવી છે. સૌંદર્ય સ્પર્ધાની વિજેતાએ દાવો કર્યો છે કે તેણીને મિસ ગ્રાન્ડ ઇન્ટરનેશનલનો ખિતા તેણે પોતે જ તે પાછો આપી દીધો છે. તેણે આનું કારણ પોતાની સાથે થયેલા ખરાબ વર્તનને ગણાવ્યું છે. રચેલે કહ્યું કે, તેણે તાજ પરત કરી દીધો છે. તેણે એમજીઆઈ પર તેની સાથે ગેરવર્તન કરવાનો પણ આરોપ લગાવ્યો હતો. રચેલે આયોજકો પર જાતીય અને માનસિક સતામણીના ગંભીર આરોપો લગાવ્યા છે.
રચેલે કહ્યું કે, મારી સાથે ખૂબ જ ખરાબ વર્તન કરવામાં આવ્યું હતું અને ખોટા શબ્દોનો ઉપયોગ કરીને મને હેરાન કરવામાં આવી હતી. MGI સાથેના કરાર અંગે, તેણીએ કહ્યું કે હું કરાર મુજબ કામ કરી રહી હતી. પરંતુ MGIના સભ્યો અને CEO દ્વારા મને હેરાન કરવામાં આવી હતી અને જાતીય સતામણી કરવામાં આવી હતી. એટલું જ નહીં, મારા પર દબાણ પણ કરવામાં આવ્યું હતું. પરંતુ હું તેમની સામે ઝૂકી નહીં અને તાજ પરત કર્યો. હવે કરાર સમાપ્ત થઈ ગયો છે.
રચેલે વધુમાં જણાવ્યું હતું કે, કરાર મુજબ તેને એક પણ રૂપિયો ચૂકવવામાં આવ્યો નથી. બીજી જે કંઈ પણ વાતો બહાર આવી રહી છે તે બધી MGI દ્વારા બનાવટી છે. રચેલે આયોજકો પર ખરાબ સ્પર્શના ગંભીર આરોપો પણ લગાવ્યા છે. મીડિયા સાથે વાત કરતા રચેલે કહ્યું કે, કપડાંથી લઈને રહેવા સુધીનો તમામ ખર્ચ તેણે પોતે ઉઠાવ્યો છે. MGIના કરાર મુજબ તેને એક પણ રૂપિયો ચૂકવવામાં આવ્યો નથી.
વાતચીત પછી, રચેલે ફિલિપાઇન્સની ક્રિસ્ટીન ઓપિયાઝાને મિસ ગ્રાન્ડ ઇન્ટરનેશનલનો તાજ મેળવવા બદલ અભિનંદન આપ્યા હતા. તે ફર્સ્ટ રનર અપ છે, તેથી હવે આ તાજ તેને આપવામાં આવી રહ્યો છે. પરંતુ તે ભગવાનને પ્રાર્થના પણ કરે છે કે તે છોકરી સાથે કંઈ ખોટું ન થાય. રચેલે વધુમાં કહ્યું કે તે કોઈપણ રીતે તેના ગૌરવ સાથે સમાધાન કરશે નહીં અને હવે તે આ લડાઈ કાયદાકીય રીતે લડશે.