બાંગ્લાદેશમાં યુનુસ વહિવટી તંત્રએ શેખ મુજીબુર રહેમાનની યાદોને ભૂસવા માટે ની શરુઆત કરી છે. બાંગ્લાદેશે ૧ જૂનથી નવી તસવીરો સાથેની નવી ચલણી નોટ જારી કરવાનું શરુ કર્યું છે. આ ચલણી નોટ પર પૂર્વ પ્રધાનમંત્રી શેખ મુજીબુર રહેમાનના ફોટોના બદલે ઐતિહાસિક ઈમારતો અને કલાકૃતિની તસવીરો છાપવાનું શરુ કર્યું છે.
ગત વર્ષે ઓગષ્ટમાં શેખ હસીનાને પદભ્રષ્ટ કર્યા બાદ બાંગ્લાદેશની બેંકે ઘોષણા કરી હતી કે તેઓ નવી નોટ જારી કરવાની દિશામાં કામ કરી રહ્યાં છે. બાંગ્લાદેશની બેંકના પ્રવકતાએ આરીફ હુસેન ખાને કહ્યું હતું કે નવી કરન્સી બાંગ્લાદેશના પ્રાકૃતિક સ્થળો અને ઐતિહાસિક ઈમારતોને પ્રદર્શીત કરશે. નવી ડિઝાઈન મુજબ હવે બાંગ્લાદેશની કરન્સી પર કોઈ માનવીની તસવીર રહેશે નહીં.
મહત્ત્વનું છે કે, બાંગ્લાદેશની કરન્સી નોટોમાં હિંદુ અને બૌદ્ધ મંદિરની તસવીર, તે સિવાય જૈનુલ કલાકૃતિ 1971ની લડાઈમાં શહિદ થયેલ લોકોને શ્રધ્ધાંજલી આપનાર રાષ્ટ્રીય શહીદ સ્મારકની તસવીરનો સમાવેશ થાય છે.