Gujarat24  /  India  /  

India Pakistan War: કાશ્મીર મુદ્દે ભારતની સ્થિતિ સ્પષ્ટ, PM મોદીએ કહ્યું- PoK પાછું લેવા સિવાય હવે કોઈ વાત નહીં

Indian Pakistan War Update: પીએમ મોદીએ ઓપરેશન સિંદૂર અંગે સ્પષ્ટ વાત કરી હતી કે, અમારું ઓપરેશન સિંદૂર આતંકવાદનાં ખાતમા સુધી ચાલુ રહેશે. અમે આ ઓપરેશન દ્વારા ત્રણેય લક્ષ્યાંકો હાંસલ કર્યા છે.

એક ન્યૂઝ એજન્સીએ જણાવ્યા મુજબ મોદીએ અમેરિકાનાં ઉપપ્રમુખ જે ડી. વેન્સ સાથેની વાતચીતમાં સ્પષ્ટ કહ્યું હતું કે, અમને PoK પાછું આપો એ સિવાય કોઈ વાત નહીં. જો પાક. કોઈ હરકત કરશે તો તેને ખતરનાક જવાબ આપવામાં આવશે. પાક. ગોળી છોડશે તો તેનો જવાબ ગોળાથી મળશે. અમે આતંકી મુખ્ય મથકોને નિશાન બનાવીશું. જો કે નાના કેમ્પને છેડવામાં નહીં આવે.

કાશ્મીર મુદ્દો ઉકેલવા ભારત અને પાકિસ્તાન સાથે મળીને કામ કરવા ઉત્સુક છું તેવા યુએસ પ્રમુખ ટ્રમ્પનાં નિવેદનનો છેદ ઉડાડતા મોદીએ સ્પષ્ટ કર્યું હતું કે, પાક. સાથે દ્વિપક્ષીય વાટાઘાટો જ થશે જેમાં ત્રીજા કોઈ પક્ષને સ્થાન અપાશે નહીં. છેલ્લા ચાર દિવસ પાક. સાથેની તંગદિલી અંગે તેમણે કહ્યું કે, પાકિસ્તાનનાં એરબેઝ પરનો હુમલો નિર્ણાયક બન્યો હતો જેને કારણે પાક. ગભરાઈ ગયું હતું.

મોદીએ કહ્યું કે કાશ્મીર અંગે ભારતની સ્થિતિ ઘણી સ્પષ્ટ છે. હવે વાતચીત કરવા માટે ફક્ત એક જ મુદ્દો બાકી રહ્યો છે. પાકિસ્તાનનાં કબજા હેઠળનું કાશ્મીર (PoK) અમને પાછું આપો. આ સિવાય કોઈ વાત કરવાની રહેતી નથી. જો તેઓ આતંકવાદીઓને સોંપવાની વાત કરશે તો અમે તે મુદ્દે વાતચીત કરીશું. અમારે અન્ય કોઈ વિષય પર વાત કરવાનો કોઈ ઈરાદો નથી. અમે નથી ઈચ્છતા કે આવા તમામ મુદ્દે કોઈ ત્રીજો પક્ષ મધ્યસ્થતા કરશે. અમારે કોઈની મધ્યસ્થતાની કોઈ જરૂર નથી.