Deesa News: ડીસાના બલોધર ખાતે આવેલ ભીલડીયાજી મહાજન પાંજરાપોળમાં 270 જેટલી ગાયોની સારસંભાળ રાખવામાં આવે છે. બુધવારની સાંજના સમયે ગાયોને ઘાસચારો નાંખવામાં આવ્યો હતો. તે ખાતાની સાથે 39 જેટલી ગાયોને ખોરકી ઝેરની અસર થતાં મોત નિપજ્યા હતા. પશુ ચિકિત્સકના જણાવ્યા પ્રમાણે ઉનાળાની ગરમીમાં બફારાના લીધે ઘાસચારામાં ઝેરની અસર થવાથી આ ગાયોના મોત થયા હોવાનું પ્રાથમિક તારણ જાણવા મળેલ છે.
મળતી માહિતી મુજબ ડીસા તાલુકાના બલોધર ગામ ખાતે આવેલ ભિલડીયાજી મહાજન પાંજરાપોળમાં 270થી વધુ ગાયોની દેખરેખ રાખવામાં આવે છે. જેમાં તારીખ 14-05-2025ને બુધવારે સાંજના સમયે ગાયોને ઘાસચારો નાખવામાં આવ્યો હતો. જે રાત્રે કુલ નાની મોટી થઈ 36 ગાયોનાં મોત થયા હતા. જેની જાણ સવારે પાંજરાપોળ સંચાલકને થતા તમને જાણ કરતા નાયબ પશુપાલક નિયામક બનાસકાઠા જિલ્લા, પશુચિકત્સા અધિકારી, પશુધન નિરીક્ષકની પાંચ જણા ની ટીમ ઘટના સ્થળે આવી નાના મોટી 36 ગાયોનું પીએમ કર્યું હતું અને 15 જેટલી ગાયોની સારવાર કરી જીવ બચાવ્યો હતો.
મુત્યું પામેલ ગાયોને જી.સી.બી દ્વારા ખાડો ખોદી અંતિમ સંસ્કાર કરયા હતા. આ અંગે પશુચિકત્સા ડોક્ટરને પૂછતાં તેમણે જણાવ્યું હતું કે લીલો ઘાસચારો વાઢીને મૂકવામાં આવ્યો હતો. જે બફારાના કારણે ઘાસ ઝેરી થઈ ગયો હતો. જે ખાવાથી ગાયોના મોત નિપજ્યા છે. એવું પ્રાથમિક રિપોટમાં જાણવા મળ્યું હતું.