Ahmedabad: આજે બપોર પછી રાજપથ ક્લબ રોડ – શીલજ – બોપલ – સરખેજમાં પાણી કાપ, ગુરુવારે પાણીના ઉપલબ્ધ જથ્થાને આધારે પાણી

Ahmedabad Municipal Water Cut: AMC દ્વારા શહેરના ઉત્તર- પશ્ચિમ ઝોનમાં ઓગણજ પાસે ઔડા દ્વારા બનાવવામાં આવનાર અન્ડરપાસ માટે વૈષ્ણોદેવી ઓવરહેડ ટાંકીથી રીંગ રોડને સમાંતર શાંતિપુરા ચોકડી સુધી જતી 1600 મીમી વ્યાસની જાસપુર વોટર વર્કસ આધારિત મેઇન ટૂંક લાઈન નડતરરૂપ હોવાથી આ પાણીની મેઈન ટૂંક લાઈન શિફ્ટ કરવા અને નવી નાંખેલી લાઈનનું હયાત ટૂંક લાઈન સાથે જોડાણ કરવાની કામગીરી હાથ ધરવામાં આવનાર હોવાથી શીલજ, બોપલ, ઘુમા, સરખેજ, મક્તમપુરા, SG હાઈવે પર રાજપથ કલબ રોડ સહિતના વિસ્તારોમાં આવતીકાલે તારીખ 12 ફેબ્રુઆરીના રોજ બુધવારે સવારે પાણી પુરવઠો આપવામાં આવ્યા પછી બપોર પછી પાણીનો સપ્લાય બંધ કરવામાં આવશે અને તારીખ 13 ફેબ્રુઆરી, ગુરૂવારના રોજ ઉપલબ્ધ જથ્થા મુજબ પાણી આપવામાં આવશે.

સમાચારથી અપડેટ રહેવા ગુજરાત 24ના વોટ્સએપ ગ્રુપમાં જોડાવા માટે અહીં ક્લિક કરો.

AMC ઈજનેર વોટર પ્રોજેક્ટ ખાતાના જણાવ્યા મુજબ, ઓગણજ સર્કલ પાસે ઔડા દ્વારા બનાવવાનાં આવનાર અંડરપાસમાં નડતરરૂપ હોવાથી લાઈન શિફ્ટિંગ કરવામાં આવશે. નવી નાખેલી લાઈનનું હયાત 1600 મીમી વ્યાસની લાઈન સાથે જોડાણ કરવામાં આવનાર છે. સરદારધામ પાસે આવેલી ધરતી નર્સરી પાસે જાસપુર વોટર ટ્રીટમેન્ટ પ્લાન્ટની નવી નાખેલી ૨૫૦૦ મીમી વ્યાસની એમ.એસ. ટૂંક લાઈનમાંથી રીંગરોડ સમાંતર નાંખેલી 1600 મીમી વ્યાસની હયાત ટૂંક લાઈનમાં જોડાણ કરવા માટે મુખ્ય ટૂંક લાઈન બંધ કરાશે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *