Ahmedabad News: ખોખરામાં રહેતી યુવતીને ઈંગ્લીશ ક્લાસ ચલાવતા યુવકે લગ્નની લાલચ આપી પ્રેમજાળમાં ફસાવીને બે વર્ષ સુધી દુષ્કર્મ આચર્યું હતું. તાજેતરમાં સંબંધ નહી રાખે તો અશ્લીલ ફોટા વાઈરલ કરવાની તથા પરિવારને મારી નાંખવાની ધમકી આપી હતી. આ બનાવ અંગે ખોખરા પોલીસે ગુનો નોંધીને આરોપીની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે.
સમાચારથી અપડેટ રહેવા ગુજરાત 24ના વોટ્સએપ ગ્રુપમાં જોડાવા માટે અહીં ક્લિક કરો.
ખોખરામાં રહેતી 20 વર્ષની યુવતીએ સોસાયટીની સામે રહેતા યુવક સામે ખોખરા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવીછેકે યુવતી બી.કોમનો અભ્યાસ કરી રહી છે. બે વર્ષ પહેલા સોસાયટીની સ્પોકન ઈંગ્લીસ ક્લાસીસમાં હતી, તેના સંચાલક સાથે પરિચય થયા બાદ બન્ને ફોન ઉપર વાતચીત કરતા બન્ને પ્રેમ પડ્યા હતા અને અવાર નવાર ફરવાજતા હતા. યુવકે લગ્નની લાલચ આપીને યુવતી સાથે અનેક વખત દુષ્કર્મ આચર્યું હતું.
દોઢ મહિના પહેલા પણ હોટલમાં લઈ જઈને શરીર સંબંધ બાંધ્યો હતો. એક સપ્તાહ પહેલા યુવકે ફોન કરીને રાત્રે બહાર મળવાની જીદ પકડી હતી. જેથી યુવતીએ મળવાનો ઈન્કાર કરતાં યુવકે તારા અશ્લીલ ફોટા મારી પાસે છે તેને વાયરલ કરીને બદનામ કરવાની તથા પરિવારને જાનથી મારી નાંખવાની ધમકી આપી હતી. જેથી યુવતીએ ફોન રિસીવ કરવાનો બંધ કરતા મળવા માટે દબાણ કરીને પરાણે સંબંધ રાખવાની વાત કરતો હતો. જેને લઇને આખરે કંટાળીને યુવતીએ ખોખરા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ કરતાં પોલીસે ગુનો નોંધીને આરોપીની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે.